નવી દિલ્હીમાં યોજાયેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં કાચા શણ (જ્યુટ)ના ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026-27 માટે પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 5,925 નક્કી કરાયો છે, જે અગાઉની સીઝન કરતા રૂ. 275 વધુ છે. India વિશ્વમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કરે છે અને ખાસ કરીને West Bengal તથા Assamના ખેડૂતોને આ વધારાનો સીધો લાભ મળશે.
કેબિનેટ દ્વારા અંદાજે રૂ. 12,236 કરોડના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમાં ત્રણ રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેના માટે રૂ. 9,072 કરોડનો ખર્ચ થશે. Indian Railways હેઠળ ગોંડીયા–જબલપુર, પુનારખ–કીઉલ અને ગમહારી–ચંડીલ સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઇન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત કુલ આઠ રાજ્યોમાં અમલમાં આવશે. પૂર્ણ થયા બાદ રેલવે નેટવર્કમાં 307 કિમીનો વધારો થશે, 5,407 ગામોની કનેક્ટિવિટી સુધરશે અને અંદાજે 98 લાખ લોકોને લાભ મળશે.
આ ઉપરાંત Srinagarમાં નવા ઇન્ટીગ્રેટેડ એરપોર્ટ ટર્મિનલ માટે રૂ. 1,667 કરોડ મંજૂર કરાયા છે. Ahmedabad મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2બી માટે રૂ. 1,067 કરોડ ફાળવાયા છે, જેના પરિણામે મેટ્રો રેલનો વિસ્તાર વધશે.
વડાપ્રધાન Narendra Modiની આગેવાનીમાં નવી પીએમઓ સેવા તીર્થમાં યોજાયેલી આ પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા. કેન્દ્રીય મંત્રી Ashwini Vaishnawએ જણાવ્યું હતું કે સેવા તીર્થનું આ બિલ્ડિંગ નવા ભારતના પુનર્નિર્માણનું પ્રતિક છે.
સાથે જ, કેન્દ્ર સરકારે Power Grid Corporation of India Limitedને વધુ નાણાકીય સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. હવે કંપની પોતાની સહાયક કંપનીઓમાં પ્રતિ કંપની રૂ. 7,500 કરોડ સુધીનું રોકાણ કરી શકશે, જે અગાઉ રૂ. 5,000 કરોડ સુધી મર્યાદિત હતું.














Leave a Reply