પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સોમવાર, 4 મેના રોજ જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. તમામની નજર ખાસ કરીને પશ્ચિમ બંગાળ પર છે, જ્યાં મમતા બેનરજીનો ગઢ માનવામાં આવતું રાજ્ય ભાજપ માટે કેટલું અનુકૂળ સાબિત થાય છે, તે તમામ EVMના મતગણતરી બાદ સ્પષ્ટ થશે.
Election Results LIVE Updates
સવારના 10:30 વાગ્યા સુધીના વલણો
પશ્ચિમ બંગાળમાં 293માંથી 272 બેઠકોના વલણો સામે આવ્યા છે. ભાજપ 152 બેઠકો પર આગળ છે, જ્યારે મમતા બેનરજીની TMC 115 બેઠકો પર લીડ ધરાવે છે.
આસામમાં 126માંથી 125 બેઠકોના વલણોમાં ભાજપ 95 બેઠકો પર આગળ છે અને બહુમતીના આંકને પાર કરી ગયો છે. કોંગ્રેસ ગઠબંધન 27 બેઠકો પર આગળ છે.
તમિલનાડુમાં 234માંથી 231 બેઠકોના વલણો સામે આવ્યા છે. વિજયની પાર્ટી TVKએ સૌને ચોંકાવતાં 103 બેઠકો પર લીડ મેળવી છે. DMK 50, AIADMK 77 અને અન્ય 1 બેઠક પર આગળ છે.
પુડુચેરીમાં 30માંથી 23 બેઠકોના વલણોમાં ભાજપ ગઠબંધન 13 બેઠકો પર, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠકો પર આગળ છે.
કેરલમાં 140માંથી 140 બેઠકોના વલણો સામે આવી ગયા છે, જ્યાં કોંગ્રેસની આગેવાનીવાળું UDF મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે.
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVKએ મોટો ઉલટફેર સર્જ્યો છે. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી TVK એકલા હાથે સત્તા સુધી પહોંચે તેવી સ્થિતિમાં દેખાઈ રહી છે. બીજી તરફ, સત્તાધારી DMKને મોટો ઝટકો લાગ્યો છે.
આસામમાં ભાજપે બહુમતીનો આંક પાર કરતાં ફરી સત્તામાં વાપસીનો રસ્તો સરળ બનાવ્યો છે. 126 બેઠકોમાંથી મોટાભાગની બેઠકોના વલણોમાં ભાજપ સ્પષ્ટ લીડમાં છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધન પાછળ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કેટલાક વલણોમાં ભાજપે TMC કરતાં આગળ વધીને ચોંકાવનારું પ્રદર્શન કર્યું છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનરજી પાછળ હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
ગુજરાતની ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ મતગણતરી ચાલુ છે. ત્રણ રાઉન્ડ બાદ ભાજપ આશરે 6,000 મતોથી આગળ ચાલી રહ્યો છે.
પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધન શરૂઆતથી જ આગળ દેખાઈ રહ્યું છે. કેરલમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF સત્તા પરિવર્તન તરફ આગળ વધતું જણાય છે.
મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ વખત QR કોડ આધારિત ફોટો ઓળખકાર્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી માત્ર અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.














Leave a Reply