Yes TV

News Website

નિકોલના જ્વેલરી શો-રૂમમાં મહિલા સેલ્સમેને 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી

નિકોલના જ્વેલરી શો-રૂમમાં મહિલા સેલ્સમેને 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી
Views 9

નિકોલ વિસ્તારમાં વિશ્વાસઘાત અને ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિકોલના  આભૂષણ જ્વેલર્સમાં 11 મહિનાથી માર્કેટિંગ અને સેલ્સમેન તરીકે કામ કરતી એક મહિલા કર્મચારીએ માલિકની નજર ચૂકવી અંદાજે ₹1.66 કરોડની કિંમતના 1.2 કિલોથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા અને નિકોલ ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘આભૂષણ’ નામનો શો-રૂમ ધરાવતા દર્શનભાઈ શાહના ત્યાં હર્ષિદાબહેન રાજેન્દ્રભાઈ શેટ્ટી નામની મહિલા નોકરી કરતી હતી. ગત તારીખ 11 મેના રોજ બપોરે જ્યારે શો-રૂમના માલિક જમવા માટે ઘરે ગયા હતા, ત્યારે મેનેજર પણ રજા પર હતા. આ તકનો લાભ ઉઠાવી મહિલા કર્મચારીએ કબાટમાં રાખેલા કિંમતી દાગીના સાફ કરી દીધા હતા. સાંજે જ્યારે શો-રૂમમાં દાગીના ઓછા હોવાનું ધ્યાને આવ્યું અને હર્ષિદાબહેન ગેરહાજર જણાતા માલિકે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે સાંજે 4:00થી 4:30ના ગાળામાં હર્ષિદાબેને કબાટમાંથી સોનાની ચેઈન, લકી અને વીંટીઓ કાઢીને પોતાના પેન્ટ તથા શૂટના ખિસ્સામાં છુપાવી દીધી હતી. ત્યારબાદ તે સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને “ઇમરજન્સી કામ છે” તેમ કહીને શો-રૂમની બહાર નીકળી ગઈ હતી. 

ચોરીની શંકા જતા માલિકે હર્ષિદાબેનને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. અંતે, નિકોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ ગુનો નોંધી આરોપી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ચોરી થયેલા મુખ્ય દાગીનાની વિગત 

  • સોનાની ચેઈન: 9 નંગ (વિવિધ કેરેટ) 
  • સોનાની લકી: 7 નંગ 
  • સોનાની ઘડિયાળ: 1 નંગ 
  • મંગળસૂત્ર અને પેન્ડલ: 10 નંગ 
  • કુલ વજન: 1211.991 ગ્રામ (અંદાજે 1 કિલો 212 ગ્રામ) 
  • કુલ કિંમત: ~1,66,88,437
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *