Yes TV

News Website

અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની માંગ

અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની માંગ
Views 4

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શન અને સંગઠનની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા 6 જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ પક્ષની અંદર જ ભારે ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો છે.

સસ્પેન્ડ કરાયેલા વોર્ડ પ્રમુખોમાં નવરંગપુરા, જોધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડનો સમાવેશ થાય છે. ખાસ કરીને મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીત્યા બાદ પણ ત્યાંના પ્રમુખ સામે કાર્યવાહી થતાં રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યવાહી બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે ઉમેદવારોની ખોટી પસંદગી અને ચૂંટણીમાં થયેલી નિષ્ફળતા માટે શહેર નેતૃત્વ જવાબદાર છે, પરંતુ હવે તેનો દોષ નાના કાર્યકરો અને વોર્ડ પ્રમુખો પર નાખવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા ગ્રુપોમાં પણ આ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે. અનેક કાર્યકરોનું માનવું છે કે માત્ર વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાથી પક્ષની અંદરની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે અને શહેર નેતૃત્વની કામગીરીની પણ સમીક્ષા થવી જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *