Yes TV

News Website

સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત

સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત
Views 5

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું આજે સરખેજ-ધોળકા રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. નવી ફતેવાડી ખાતે આવેલા આઝાદનગર બસ સ્ટોપ પાસે પૂરઝડપે અને બેકાબૂ રીતે આવી રહેલા ડમ્પરે યુવતીના એક્ટિવાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વેજલપુરના ગીરા પાર્ક સામે આવેલા ભુમિકા એપાર્ટમેન્ટમાં રહેતી કાવ્યા સુનીલભાઈ પંડ્યા (ઉ.વ. 20) આજે બપોરે અંદાજે 12:45 વાગ્યે પોતાના એક્ટિવા પર ધોળકાના ચલોડા સ્થિત રાઈ યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે જઈ રહી હતી.

તે દરમિયાન સરખેજ-ધોળકા રોડ પર નવી ફતેવાડીના આઝાદનગર બસ સ્ટોપ નજીક પાછળથી ધસમસતા આવેલા ડમ્પરે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાવ્યા રોડ પર પટકાઈ ગઈ હતી અને ડમ્પર તેના પર ફરી વળતાં માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ફરાર થયેલા અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *