યુવા કોળી એકતા સંગઠન ગુજરાત દ્વારા એક શુભ પ્રસંગે સમાજની એકતા અને બંધારણીય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
તા. 5/2/2026 ના રોજ માણાવદર તાલુકાના ભડુલા ગામ ખાતે યુવા કોળી એકતા સંગઠન ગુજરાતના પ્રદેશ કારોબારી સદસ્ય બાલુભાઈ લીલાભાઈ બાલસની સુપુત્રીના લગ્ન પ્રસંગે સંગઠનના હોદેદારો અને સભ્યો વિશેષ રીતે હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોરબંદર, માણાવદર, ભડુલા, વંથલી, કેશોદ અને ગીર સમઢિયાળા વિસ્તારના સંગઠનના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.
સંગઠન તરફથી નવદંપતીને ભારતનું બંધારણ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ દિકરીને ચાંદલા સ્વરૂપે ₹6,666 (છ હજાર છસો છાસઠ રૂપિયા) આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા નવદંપતીને આશીર્વાદ આપતાં સંદેશ આપવામાં આવ્યો હતો કે સમાજ માટે જેમ સંગઠન એકતા સાથે કાર્ય કરે છે અને દરેક પરિવારને બંધારણીય રીતે જાગૃત કરે છે, તેવી જ રીતે નવદંપતી પણ સમાજમાં અધિકારો અંગે જાગૃતિ લાવવાના કાર્યમાં સહભાગી બને.
આ પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રમુખ વિનુભાઈ બાલસ, પોરબંદર તાલુકા પ્રમુખ મનોજભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લાના ઉપપ્રમુખ બચુભાઈ ગરેજા, પોરબંદર જિલ્લાના યુવા પ્રમુખ કેશુભાઈ ડોકલ, સંગઠનના સલાહકાર એડ. લીલુબેન મોકરીયા, ગીર સમઢિયાળાના કારોબારી સદસ્ય મનજીભાઈ સેવરા, માણાવદર તાલુકા પ્રમુખ કારા વાઢિયા, પોરબંદર જિલ્લાના કારોબારી સભ્ય હસમુખભાઈ બાલસ, ગુજરાત પ્રદેશ કમિટી સદસ્ય સવદાસભાઈ બાલસ, ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય બાલુભાઈ બાલસ, મેરુભાઈ ભરડા, છગનભાઈ ગરેજા, હિતેષભાઈ બાલસ, મસરીભાઈ જોરા, તાલુકા ઉપપ્રમુખ જેન્તીભાઈ મોકરીયા તથા કારોબારી સદસ્ય અજયભાઈ બાલસ સહિત માણાવદર તાલુકાના તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.આ તમામ આગેવાનો અને સભ્યોએ નવદંપતીને આશીર્વાદ પાઠવી સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. જય કોળી સમાજ














Leave a Reply