Yes TV

News Website

વડોદરામાં અમિત નગર સર્કલ પાસે પિતાની કાર લઈ નીકળેલા સગીરે બાઈક સવાર દંપતિ અને ટેમ્પાને ટક્કર મારી

વડોદરામાં અમિત નગર સર્કલ પાસે પિતાની કાર લઈ નીકળેલા સગીરે બાઈક સવાર દંપતિ અને ટેમ્પાને ટક્કર મારી
Views 19

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે વધુ એક રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો હતો. આ બનાવમાં પિતાની કાર લઈને નીકળેલા સગીરે એક બાઈક તેમજ ટેમ્પાને અડફેટમાં લીધા ત્રણ જણાને ઈજા થઈ હતી. જોકે આ બનાવમાં હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી.

અમિત નગર સર્કલ પાસે ગઈ રાત્રે પિતાની કાલે લઈને કુટુંબીજનોને જાણ કર્યા વગર નીકળેલા એક સગીરે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા કારે દોઢ વર્ષના બાળકને લઈ બાઇક પર નીકળેલા દંપતિને અડફેટમાં લીધા હતા. 

ત્યારબાદ એક ટેમ્પા સાથે કાર ધડાકાભેર ભટકાઈ હતી અને ઉભી રહી ગઈ હતી. જેથી ભેગા થઈ ગયેલા લોકોએ સગીરની ધોલાઇ કરી હતી. બનાવ બાદ પોલીસ આવી જતા સ્થિતિ સંભાળી લીધી હતી. 

જોકે આ બનાવમાં વહેલી સવાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જેથી હરણી પોલીસે પોતે ફરિયાદી બની સગીર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *