Yes TV

News Website

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ
Views 26

National Students’ Union of India દ્વારા શુક્રવારે (13 માર્ચે) Gujarat Universityમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરતીમાં ગેરરીતિના આક્ષેપો સાથે NSUIએ યુનિવર્સિટી બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NSUIએ જણાવ્યું હતું કે ભરતી માટે બનાવાયેલા નિયમો અને પ્રક્રિયા જોતા એવું લાગી રહ્યું છે કે કેટલીક વ્યક્તિઓને ફાયદો થાય તેવી ગોઠવણ કરવામાં આવી રહી છે. તેઓએ દાવો કર્યો કે આ મુદ્દે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, છતાંય પ્રક્રિયામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.

વિદ્યાર્થી સંસ્થાએ યુનિવર્સિટીના કુલપતિની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. NSUIના કહેવા મુજબ, અગાઉ પણ ચાર અલગ-અલગ ભરતી પ્રક્રિયામાં ગેરસમજ અને અનિયમિતતાઓને કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવી પડી હતી. ઉપરાંત સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગડબડ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

NSUIએ વધુમાં કહ્યું કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો માટે વય મર્યાદાના નિયમોમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યા છે, જેને તરત રદ કરવા જોઈએ.

પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો કે પસંદગી માટે તૈયાર કરાયેલ નામોની યાદી તેમના હાથમાં આવી ગઈ છે. આ બાબત બહાર ન આવે તે માટે યુનિવર્સિટી દ્વારા રજા જાહેર કરી કેમ્પસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.

NSUIએ તમામ ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરીને નવી રીતે શરૂ કરવાની માંગ કરી છે. સાથે સાથે અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં યોગ્ય છૂટછાટ આપીને ન્યાય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *