Yes TV

News Website

વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત

વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત
Views 31

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ગાંધી હોલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરીદી કરવા આવેલી એક મહિલાને અચાનક બે થી ત્રણ અજાણી મહિલાઓએ હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધી હતી. આ બનાવ પછી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલા ગાંધી હોલ ખાતે યોજાયેલા પ્રદર્શન અથવા સેલમાં ખરીદી કરવા પહોંચી હતી. ત્યારે અચાનક કોઈ અગમ્ય કારણસર બે થી ત્રણ મહિલાઓએ તેને ઘેરીને હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે મહિલાને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપી મહિલાઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન એક મોટી બેદરકારી પણ સામે આવી છે. ગાંધી હોલ જેવા મોટા કાર્યક્રમ સ્થળે પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. સીસીટીવીની અછતને કારણે આરોપી મહિલાઓની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *