ઓડિશાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં કટક સ્થિત SCB Medical College and Hospital ના ટ્રોમા કેર સેન્ટરમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી Mohan Charan Majhi તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામનારામાં મોટાભાગના લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે ટ્રોમા કેર સેન્ટરમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગ ફેલાતી જઈ ICU વોર્ડ સુધી પહોંચી ગઈ હતી. તે સમયે ICUમાં અનેક ગંભીર દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી અનેક દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
પછી મુખ્યમંત્રી મોહન માઝી ঘটনાસ્થળે પહોંચ્યા અને પીડિત પરિવારોને મળીને તેમને સાંત્વના આપી. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ આગ લાગેલા વોર્ડમાં કુલ 23 દર્દીઓ દાખલ હતા. બચાવ કામગીરી શરૂ થાય તે પહેલાં જ 7 લોકોના મોત થઈ ચૂક્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોનું મૃત્યુ ગુંગળામણ અને ગંભીર ઈજાઓને કારણે થયું હોવાનું જણાવાયું છે.














Leave a Reply