Yes TV

News Website

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ
Views 100

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ઇમેલ દ્વારા મળેલી ધમકી બાદ રાજ્યમાં હડકંપ મચી ગયો છે. ઇમેલમાં વિધાનસભા સહિત અનેક મહત્વના સ્થળોએ બોમ્બ મૂકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવતીકાલથી શરૂ થનારા ચૈત્રી નવરાત્રિના પર્વ પહેલાં આવી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

આજે સવારે 9 વાગ્યે યોજાનારી વિધાનસભાની બેઠક આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી સમગ્ર સંકુલ ખાલી કરાવવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર સંકુલમાં સઘન તપાસ શરૂ કરી. ધમકીભર્યો ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે સાયબર ક્રાઈમ વિભાગ તપાસ ચલાવી રહ્યો છે. હાલમાં ગાંધીનગર શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *