Yes TV

News Website

કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને લમધાર્યો

કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને લમધાર્યો
Views 24

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસકર્મીઓ સંબંધિત વિવાદો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં બોપલ વિસ્તારમાં PSI જયેશ કાલોતરાએ અરજદાર સાથે અસભ્ય ભાષાનો ઉપયોગ કરી દાદાગીરી બતાવ્યાની ઘટના સામે આવી હતી. હવે વધુ એક મામલો કણભા પોલીસ સ્ટેશન સાથે જોડાયેલો સામે આવ્યો છે.

કુહા ગામે ગત રાત્રે કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક ડામોર નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની લારી પર પહોંચી ધમાલ મચાવી અને મારામારી કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ભેગા થઈ તેમને માર માર્યો હતો. ઘટનાસ્થળે તેમની કારમાંથી દારૂની ભરેલી તેમજ ખાલી બોટલો મળી આવી હતી, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો.

આ દરમિયાન સ્થાનિક લોકોએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. 112ની ટીમ સ્થળ પર પહોંચી અને નશામાં ધૂત પોલીસકર્મીને ત્યાંથી હટાવ્યો હતો, જ્યારે ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જો કે, મોડી રાત્રે 3 વાગ્યા સુધી કોઈ કડક પગલાં લેવાયા નહોતા અને માત્ર અરજી લઈને મામલો ટાળવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા.

આ મામલે કણભા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, વીડિયો માં દેખાતો પોલીસકર્મી 112નો નથી, પરંતુ કણભા પોલીસ સ્ટેશનનો જ હેડ કોન્સ્ટેબલ દીપક ડામોર છે. તેણે દારૂના નશામાં મારામારી કરી હોવાની વાત સાચી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *