Yes TV

News Website

શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ, 15 ફ્લોર સુધી ધૂમાડો જ ધૂમાડો

શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ, 15 ફ્લોર સુધી ધૂમાડો જ ધૂમાડો
Views 117

શહેરના શેલા વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ ઈમારતમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જ્યારે 15મા માળ સુધી ઘેરો ધુમાડો ફેલાતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શેલા સ્થિત ‘સ્કાયસિટી રિવેરા ઇલાઇટ’ બિલ્ડિંગના સી બ્લોકના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી, જેના કારણે રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે આશરે 8 જેટલા ફાયર ફાઇટર્સ પહોંચ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા જ રહીશો તાત્કાલિક પોતાના જીવ બચાવવા માટે બહાર દોડી ગયા હતા. આગ વધતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક તેમનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *