Yes TV

News Website

નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવાનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે

નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવાનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે
Views 17

વર્ષો અગાઉ શહેરોનાં વિકાસનુ કે શહેરી વિકાસનાં વિઝનમાં નાગરિકોનાં જીવનને સરળ બનાવવાની કલ્પના જ નહોતી, પરંતુ સને ૨૦૦૫માં નરેન્દ્રભાઇ મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણી શરૂ કરીને શહેરી વિકાસને નવી ઉંચાઇ અને નાગરિકોનાં જીવનને સરળ તથા સુવિધાયુક્ત બનાવવાની શરૂઆત કરી ત્યારથી આપણે પણ તે માર્ગ ઉપર આગળ વધી રહ્યાં છીએ તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર જંકશન ઉપર ફ્લાયઓવર સહિત મ્યુનિ. અને ઔડાનાં ૧૦૯૯ કરોડનાં વિકાસકાર્યોનાં ખાતમુર્હત તથા લોકાર્પણ તેમજ મહિલા-બાળ વિકાસ વિભાગ સંચાલિત આંગણવાડીઓની બહેનોને મોબાઇલ ફોન અર્પણ કરવાનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ વિઝનમાં નાગરિકોનાં જીવનને સુવિધાયુક્ત બનાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો અને તેમનાં માર્ગદર્શન મુજબ ગુજરાતમાં ૨૦૨૫ને પણ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યુ હતું.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનનાં સફળ પ્રયાસોનાં કારણે જ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનુ ગૌરવ પ્રાપ્ત થયુ છે અને હેરિટેજ સિટીની સાથે સાથે આધુનિક વિકાસ તરફ આગળ વધતાં અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનાં અનેક મહત્વનાં પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જેનાથી નાગરિકોનાં ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારનાં સાંસદ અમિતભાઇ શાહને પણ અમદાવાદને ગ્રીન ક્લીન સિટી બનાવવાનો શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યુ કે, તેમનાં માર્ગદર્શન હેઠળ ૧૧૦ કરોડનાં વિકાસકાર્યો કરાયા છે ગ્રીન સિટી માટે ૨૫૬૧ કરોડથી વધુનાં ખર્ચે ૨૧ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન હોવાથી શહેરને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ વિકસાવાઈ રહ્યું છે.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, શહેરોમાં સારા રસ્તા, માળખાકીય વિકાસ અને પીવાનુ શુધ્ધ પાણી ઉપલબ્ધ કરાવવુ એ રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. જ્યારે મહિલા-બાળવિકાસ મંત્રી મનીષાબેન વકીલે આંગણવાડીનાં બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓનાં પોષણ સબંધિત માહિતી એકત્રિત કરી તેની ઉપર નજર રાખવા માટે પોષણ ટ્રેકર એપ્લિકેશન બનાવવામાં આવી છે અને તેના માટે આંગણવાડીની બહેનોને સ્માર્ટ મોબાઇલ ફોન આપવામાં આ‌વ્યા છે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *