Yes TV

News Website

ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાઈ

ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાઈ
Views 154

દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે ગુનેગારો નકલી ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરવા નવી નવી રીતો અપનાવી રહ્યા છે. અમદાવાદની ખાનગી અને રાષ્ટ્રીયકૃત મળી કુલ 18 બેન્કોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ. 5.67 લાખની કિંમતની 500, 200, 100 અને 50ના દરની કુલ 1659 બનાવટી નોટો ઝડપાઈ છે.

ચોકાવનારી વાત એ છે કે કમિશનના લોભમાં કેટલાક લોકો ATMના કેશ ડિપોઝિટ મશીન તેમજ બેન્કોમાં સીધી નકલી નોટો જમા કરાવીને તેને બજારમાં પ્રવર્તિત કરી રહ્યા છે. નકલી નોટો એટલી ચોકસાઈથી બનાવવામાં આવે છે કે બેન્ક મેનેજર કે કર્મચારીઓ માટે પણ અસલી અને નકલી નોટ વચ્ચેનો ભેદ કરવો મુશ્કેલ બની જાય છે.

ક્રાઇમ બ્રાન્ચ SOGમાં ફરજ બજાવતા ASI લિયાકતઅલીએ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન અમદાવાદની 18 જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો મળી આવી હતી. જેમાં ICICI બેન્કમાંથી 500ની 272, 200ની 72, 100ની 79 અને 50ની 27 — કુલ 450 નોટો મળી આવી હતી. તે જ રીતે HDFC બેન્કમાંથી 500, 200, 100 અને 50ના દરની કુલ 531 નોટો તેમજ રિઝર્વ બેન્કમાંથી 207 નકલી નોટો મળી આવી હતી.

આ ઉપરાંત કલુપુર કો-ઓપરેટિવ બેન્ક, એક્સિસ બેન્ક, બેન્ક ઓફ બરોડા, સાસ્વત બેન્ક, IDBI બેન્ક અને SBI સહિત કુલ 18 બેન્કોમાંથી મળીને છેલ્લા બે વર્ષમાં કુલ 1659 નકલી નોટો ઝડપાઈ છે. પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે ATM કેશ ડિપોઝિટ મશીન અને બેન્કોમાં નકલી નોટો જમા કરનારાઓની શોધખોળ શરૂ કરી છે.

પકડાયેલી નોટોનું વિભાજન:

  • ₹2000 – 6 નોટો
  • ₹500 – 895 નોટો
  • ₹200 – 374 નોટો
  • ₹100 – 274 નોટો
  • ₹50 – 110 નોટો
  • કુલ – 1659 નોટો

વિશેષ વાત એ છે કે વર્ષો પહેલા બંધ કરાયેલ ₹2000ની 6 નોટો પણ મળી આવી છે. આ નોટો હજુ સુધી બેન્ક સિસ્ટમમાં કેવી રીતે સ્વીકારાઈ તે પ્રશ્ન ઉભો થયો છે. વધુમાં, કેટલીક નકલી નોટોમાં કલર ઝેરોક્સ અને બાળકોના રમકડાં તરીકે ઉપયોગમાં લેવાતી નોટોનો પણ સમાવેશ થતો હોવાનો ખુલાસો થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *