રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવએ રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાનના ‘ઈંધણ બચાવો’ અભિયાનને પ્રોત્સાહન આપવાનો તેમજ મેટ્રો સ્ટેશનો પરની સુરક્ષા અને સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.
ડૉ. રાવે જણાવ્યું હતું કે, દેશમાં ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોએ પોતાના ખાનગી વાહનોના બદલે મેટ્રો સહિતની જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ.
મુલાકાત દરમિયાન તેમણે સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, સીસીટીવી કેમેરા નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ મેટ્રોની શરૂઆત સમયે વાર્ષિક મુસાફરોની સંખ્યા અંદાજે 2.5 કરોડ હતી, જે હવે વધીને લગભગ 5 કરોડ સુધી પહોંચી છે. આ આંકડો દર્શાવે છે કે અમદાવાદ-ગાંધીનગરના લોકો માટે મેટ્રો હવે સૌથી વિશ્વસનીય અને પસંદગીનું મુસાફરી સાધન બની રહી છે.
મેટ્રો મુસાફરી દરમિયાન ડૉ. રાવે મુસાફરો સાથે સીધી વાતચીત કરીને મેટ્રોની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો. ખાસ કરીને મહિલા મુસાફરોને મોડી રાત્રે અથવા અન્ય કોઈ પણ સમયે મુશ્કેલી અનુભવાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ પણ તેમણે કરી હતી.













Leave a Reply