Yes TV

News Website

બીજી સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાનો અફઘાનિસ્તાન સામે વિજય, છેલ્લા બોલે બાજી પલટાઈ

બીજી સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાનો અફઘાનિસ્તાન સામે વિજય, છેલ્લા બોલે બાજી પલટાઈ
Views 7

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચે દર્શકોને રોમાંચના શિખરે પહોંચાડ્યા હતા. મેચનો નિર્ણય બીજી સુપર ઓવરમાં આવ્યો, જ્યાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 4 રનથી પરાજય આપ્યો.

પ્રથમ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 59 (41) અને રાયન રિકલ્ટને 61 (28) રનની જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 187 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ગુરબાઝે 84 (42) અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 22 (17) રન નોંધાવ્યા. બંને ટીમો સમાન સ્કોર પર પહોંચતાં મેચ ટાઈ જાહેર કરવામાં આવી.

ત્યારબાદ સુપર ઓવર રમાઈ. પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાનએ વિના વિકેટે 17 રન બનાવ્યા. અજમત અને ગુરબાઝે આક્રમક બેટિંગ કરી. દક્ષિણ આફ્રિકાએ પણ જવાબમાં 17 રન બનાવતાં સુપર ઓવર પણ ટાઈ રહી.

મેચનો અંતિમ નિર્ણય બીજી સુપર ઓવરમાં થયો. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 23 રન ફટકાર્યા. ડેવિડ મિલર અને સ્ટબ્સે શાનદાર શોટ્સ રમતા ટીમને મજબૂત સ્કોર અપાવ્યો. જવાબમાં અફઘાનિસ્તાન 2 વિકેટ ગુમાવી 19 રન સુધી જ સીમિત રહી. નબી અને ગુરબાઝના વિકેટ ઝડપથી પડતાં દબાણ વધ્યું અને ટીમ લક્ષ્ય હાંસલ ન કરી શકી.

આ રીતે દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં જીત નોંધાવી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી T20 મેચમાં પણ બે સુપર ઓવર રમાઈ હતી. તે વખતે મુખ્ય મેચ અને પ્રથમ સુપર ઓવર બંને ટાઈ રહ્યા હતા. અંતે બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય T20 ઈતિહાસમાં અનોખી માનવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *