Yes TV

News Website

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
Views 36

કોલંબોમાં રમાયેલી ગ્રુપ-એની ટકકરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન India national cricket teamએ પરંપરાગત પ્રતિસ્પર્ધી Pakistan national cricket teamને ૬૧ રનથી હરાવી જોરદાર જીત નોંધાવી હતી. ટી-૨૦ વર્લ્ડ કપની આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં સાત વિકેટે ૧૭૫ રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો.

ઓપનર ૪૦ બોલમાં ૭૭ રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આક્રમક બેટિંગથી પાકિસ્તાની બોલરો પર શરૂઆતથી જ દબાણ ઊભું થયું હતું. કેપ્ટન Suryakumar Yadav ૩૨ રનનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો, જ્યારે શિવમ દુબેએ ૧૭ બોલમાં ૨૭ રન ઉમેર્યા હતા.

૧૭૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પાકિસ્તાનની શરૂઆત જ ખરાબ રહી હતી. Hardik Pandya, Jasprit Bumrah અને Axar Patel” ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. શરૂઆતના જ ઓવરમાં વિકેટો પડતાં પાકિસ્તાન ૧૩/૩ પર સંકટમાં આવી ગયું હતું. બાદમાં ઉસ્માનના ૪૪ રન સિવાય કોઈ ખાસ લડત જોવા મળી નહતી અને આખી ટીમ ૧૮ ઓવરમાં ૧૧૪ રનમાં સમેટાઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તી સહિત ભારતના ચાર બોલરોએ બે-બે વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે ભારતે ગ્રુપ-એમાં સતત ત્રીજી જીત મેળવી સુપર-એઈટમાં સ્થાન પાકું કર્યું. ખાસ વાત એ રહી કે સપ્ટેમ્બર ૨૦૨૨ પછી ભારત એક પણ ટી-૨૦ મેચ હાર્યું નથી. ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ ભારતે પાકિસ્તાન સામે નવમાંથી આઠમી વખત વિજય મેળવ્યો છે, જેમાં ૨૦૦૭ની બોલઆઉટ જીતનો પણ સમાવેશ થાય છે.

આ રીતે ટીમ ઈન્ડિયાએ માત્ર વર્લ્ડ ચેમ્પિયન તરીકે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું નથી, પરંતુ પાકિસ્તાન સામે ટી-૨૦ ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી શક્તિનું પ્રદર્શન કર્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *