Yes TV

News Website

મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા

મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા
Views 10

IPL 2026 દરમિયાન અમદાવાદમાં ક્રિકેટ સટ્ટાનો મોટો પર્દાફાશ થયો છે. મેમનગર વિસ્તારમાં તળાવ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં ચાલતા ઓનલાઈન સટ્ટાના રેકેટ પર ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે (3 એપ્રિલ) મોડી રાત્રે દરોડો પાડી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગુપ્ત માહિતીના આધારે પોલીસે મધરાતે કાર્યવાહી કરી હતી. માહિતી મુજબ મેમનગર તળાવ સામે આવેલા ‘આનંદ પાર્ક એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં IPL મેચ પર જુગાર રમાતો હતો. 3 એપ્રિલે રાત્રે લગભગ 11:15 વાગ્યે વોરંટ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચાલી રહેલી મેચ પર સટ્ટો લગાડતા આરોપીઓ ઝડપાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર (24, ચાંદલોડિયા), અભય ઠક્કર (30, મેમનગર), યશકુમાર અખાણી (30, મેમનગર), મીત જયસ્વાલ (25), કલ્પેશ ઠક્કર (35) અને ધ્રુવ ઠક્કર (27)નો સમાવેશ થાય છે. તમામ લોકો કોઈને કોઈ વ્યવસાય કે નોકરી સાથે જોડાયેલા છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ‘pdm999’, ‘dollar365’ અને ‘allpanelexch9’ જેવી વિદેશી વેબસાઇટ અને એપ્લિકેશન્સ દ્વારા મલ્ટિપલ યુઝર આઈડી બનાવી IPL મેચ પર સટ્ટો રમતા હતા. આ એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે.

પોલીસે દરોડા દરમિયાન 16 મોબાઈલ ફોન (કિંમત અંદાજે રૂ. 2.10 લાખ), રૂ. 50,110 રોકડ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ફ્લેટ અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ ભાડે લીધો હતો અને ત્યાં સટ્ટાની પ્રવૃત્તિ ચલાવતા હતા. આ રેકેટ પાછળ સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કર જેવા મુખ્ય સૂત્રધારો સંડોવાયેલા હોવાની માહિતી મળી છે. હાલ પોલીસે આ તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કને ઉખેડી પાડવા તપાસ તેજ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *