Yes TV

News Website

અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
Views 7

આગામી દિવસોમાં બફારો વધવાની વકીઃ હવામાન વિભાગ

Screenshot

સમગ્ર રાજ્ય પર આકાશમાંથી વરસી રહેલા અગનગોળા આજે પણ યથાવત્ રહેતા ગુજરાત ભઠ્ઠી બન્યું હતું. જેથી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આજે પણ હિટવેવની અસર સમગ્ર રાજ્યમાં ચાલુ રહી હતી. જેના કારણે મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 41 ડિગ્રીની ઉપર પહોંચી ગયા હતા. આજે 43.7  ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતુ. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન વર્તમાન ગરમીનું મોજુ યથાવત્ રહેશે. સાથે સાથે આગામી દિવસોમાં નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાતા બફારો વધવાની વકી છે.  

મે મહિના પહેલા દિવસથી જ જાણે ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો હતો અને તાપમાન સતત વધી રહ્યું હતું. ત્યારે છેલ્લા અઠવાડિયાથી તો તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે હજુ પણ રાજ્યના વિવિધ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીની ઉપર નોંધાઇ રહ્યો છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યાં છે. આજે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું.

વિવિધ શહેરના તાપમાન

  •  અમદાવાદ    43.7
  • ડીસા    41.4
  • ગાંધીનગર    42.3
  • વીવી નગર    41.6
  • વડોદરા    40.2
  • ભૂજ    40.8
  • અમરેલી    43.1
  • ભાવનગર    40.2
  • રાજકોટ    43.0
  • સુરેન્દ્રનગર    42.8
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *