Yes TV

News Website

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું
Views 4

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની તસ્કરીના એક ગંભીર કેસનો પર્દાફાશ કર્યો છે. સોમવારે 9 ફેબ્રુઆરીની વહેલી સવારે દુબઈથી આવેલી ફ્લાઈટમાં આવેલા એક ભારતીય મુસાફરની શંકાસ્પદ હરકતોને ધ્યાનમાં લઈ કસ્ટમ અધિકારીઓએ તેને રોક્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 96 લાખ રૂપિયાની કિંમતનું સોનું મળતાં એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી.

અંડરવેરમાં છુપાવ્યું સોનું

મુસાફરે કસ્ટમ ચેકમાંથી બચવા માટે અનોખી રીત અપનાવી હતી. તેણે પોતાના અંડરવેરમાં ખાસ ખિસ્સા બનાવી બે ગોલ્ડ બાર છુપાવ્યા હતા. જોકે વિગતવાર તપાસ કરતા અધિકારીઓને વધુ ચોંકાવનારી માહિતી મળી હતી. કુલ 324.14 ગ્રામ વજનની ત્રણ સોનાની લગડીઓ કબ્જે કરવામાં આવી છે. સોનાની શુદ્ધતા તપાસ્યા બાદ કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પૂછપરછ તેજ, નેટવર્કની તપાસ

કસ્ટમ વિભાગ હાલ આરોપી મુસાફરની ઘનિષ્ઠ પૂછપરછ કરી રહ્યો છે. અધિકારીઓ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે આ સોનાનો જથ્થો કોને સોંપવાનો હતો અને શું તેની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક કાર્યરત છે કે નહીં. અંડરવેરમાંથી મળેલા વધારાના સોનાના જથ્થાનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવા માટે પણ તપાસ ચાલુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *