Yes TV

News Website

અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટસમાં ગેલેરી પડતાં 20થી 25 લોકો ફસાયા

અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટસમાં ગેલેરી પડતાં 20થી 25 લોકો ફસાયા
Views 9

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગરના સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં એક દુર્ઘટનાની ઘટના બની છે. અહીં બ્લોક નંબર 12ની ગેલેરી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માહિતી અનુસાર, ગેલેરી તૂટી પડતાં અંદાજે 20થી 25 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી માટે બે કરતાં વધુ ફાયર ટેન્ડર મુકવામાં આવ્યા હતા અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ બનાવની જાણ થતાં એસ્ટેટ વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *