Yes TV

News Website

અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ

અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ
Views 22

અમદાવાદમાં નશામાં વાહન ચલાવવાની વધતી ઘટનાઓ વચ્ચે નરોડા વિસ્તારમાં ગત રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં કાર હંકારતા ચાલકે મોપેડ પર સવાર પરિવારને ટક્કર મારતા પતિ-પત્ની અને ચાર વર્ષની બાળકી ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

માહિતી મુજબ, નવા નરોડાની અંજની રેસીડેન્સીમાં રહેતા રિતેશભાઈ ખટનાની રાત્રે અંદાજે 9:15 વાગ્યે પત્ની અને દીકરી સાથે મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નરોડા કાપડીવાસ તરફથી ઝડપભેર આવતી GJ-05-RM-6972 નંબરની કાર મોપેડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય રોડ પર પટકાયા. રિતેશભાઈને આંખ, હાથ અને કમરના ભાગે ઈજા થઈ, જ્યારે નાની દીકરીને ચહેરા અને દાઢીના ભાગે ગંભીર ઈજા પહોંચી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસાનત બાદ કાર ચાલક રાઘવેન્દ્ર તેજભાન સિંહ સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ઝડપી લીધો અને પોલીસને સોંપ્યો. તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ મળી આવતા ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. જી-ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ આવા બેદરકાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *