અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ટીંબા ગામમાં સ્થિત એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના અંદાજે 15 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લાંબી કામગીરી બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ ‘યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ’ કંપનીના સ્પિનિંગ વિભાગમાં આ આગ ભભૂકી ઊઠી હતી. ઘટના મોડી રાત્રે અંદાજે બે વાગ્યાની આસપાસ બની હતી, જેના કારણે ફેક્ટરી અને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.














Leave a Reply