Read Time:57 Second

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં મહેસાણા-પાલનપુર રેલવે સેક્શનના ડબલિંગ કાર્ય દરમિયાન, માલસામાનના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ઊંઝા રેલવે સ્ટેશન પર એક નવું ટર્મિનલ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ ટર્મિનલને અસરકારક આકાર આપવાનો શ્રેય અમદાવાદ વિભાગના વાણિજ્ય વિભાગને જાય છે, જેમણે પોતાની કાર્યક્ષમતા અને દૂરંદેશીથી તેને એક નવું પરિમાણ આપ્યું છે અને રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે, તેને વિશિષ્ટ કન્ટેનર રેલ ટર્મિનલનો દરજ્જો આપ્યો છે. આ ટર્મિનલ આવનારા સમયમાં રેલવે અને વેપાર બંને માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
