
Read Time:55 Second
(વેરાવળ પ્રતિનિધિ દ્વારા) કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ માં કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળ દ્વારા થેલેસેમીયા જાગૃતિ અને થેલેસેમીયા ટેસ્ટ માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના હોલમાં યોજવામાં આવ્યો હતો. રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના ચેર મેન શ્રી કિરીટ ભાઈ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમીયા જાગૃતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ થેલેસેમીયા ટેસ્ટ માટે 105 વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાં.




