Read Time:1 Minute, 0 Second

આજરોજ અમદાવાદ શહેર જશોદાનગર ચોકડી ચાર રસ્તા થી હાથીજણ મ્યુનિસિપલ હદ સુધીના માર્ગને સંત શ્રી પુનિત પદયાત્રા માર્ગ નામ આપવામાં આવ્યું . તાજેતરમાં આ રસ્તો ફોર લેન્ડ બનતા અહીંયા લગાવેલી તકતી રોડ પ્રોજેક્ટ દ્વારા રસ્તો ખુલ્લો થતા કાઢી નાખવામાં આવી હતી જેને નવી બનાવી ત્રિકમપુરા પાટીયા અન્નપૂર્ણા હોટલ પાસે અને વિંઝોલ રામવાડી સંકટમોચન હનુમાન મંદિર આગળ બે સ્થળે તકતી નવી લગાવવામાં આવેલ જેનું ઉદઘાટન મણિનગરમાં આવેલ સંત પુનિત આશ્રમના પૂજ્ય આનંદ મહારાજ અને સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરોની પ્રેરક ઉપસ્થિતિમાં તકતીની અનાવરણ વિધિ કરવામાં આવી.
