
ચોમાસુ શરૂ થતા જ શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજકોટમાં કેટલાક શાકભાજીના ભાવ ડબલ કે તેથી વધુ થઈ ગયા છે. ખાસ કરીને હાલમાં ભારે વરસાદ પડતા શાકભાજીની આવક ઘટી છે, જોકે એમની સામે માંગ એટલી જ છે. જેથી કરીને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. મધ્યમ વર્ગના લોકો માટે આ ભાવ વધારો મુસીબત વધારી રહ્યો છે.
શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં તોતીંગ ઉછાળો આવ્યો છે. કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે. આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ માટે વધતી મોંઘવારી વચ્ચે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે. શાકભાજીના વધતા ભાવોએ ગૃહીણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે.
શાકભાજીના હાલના ભાવ પ્રતિ કિલો:
વાલોર 250 થી 300 રૂપિયે કિલો
ફ્લાવર 140 થી 150 રૂપિયે કિલો
ગવાર 150 થી 160 રૂપિયે કિલો
ભીંડા 110 થી 120 રૂપિયે કિલો
રિંગણ 100થી 120 રૂપિયે કિલો
ટામેટા 50 થી 60 રૂપિયે કિલો
ટિંડોડા 140થી 150 રૂપિયે કિલો
દૂધી 80 થી 90 રૂપિયે કિલો
કોબી 60થી 70 રૂપિયે કિલો
