જામનગરમાં હાપા ખારી વિસ્તારમાં પોલીસે ગઈકાલે સાંજે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં જુગાર રમી રહેલા સાત સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે હાપા ખારી વિસ્તારમાં દશામાના મંદિરના પાછળના ભાગમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કંચનબેન મુકેશભાઈ સાલાણી, નિમુબેન સંતોષભાઈ ઠાકુર, હંસાબેન કરસનભાઈ ચારેલા, ઉપરાંત રાજેશ વાલાભાઈ બેરડીયા, રમેશ ભગવાનજીભાઈ ચાવડા, ધીરુભાઈ દેવજીભાઈ ચાવડા તેમજ રવિ સંતોષભાઈ ઠાકુર ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,230ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે