
અમદાવાદમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ વરસાદે જમાવટ કરી હતી. સવારે 10 વાગ્યા બાદ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે રવિવાર હોવાનાં કારણે લોકો મોજ માણવા માટે નિકળી ગયા હતા. વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો.અમદાવાદમાં બપોર બાદ શરૂ વરસાદ શરૂ થયો હતો. સેટેલાઈ, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો હતો. ઈનકમ ટેક્ષ ચાર રસ્તા , વાડજ , નારણપુરા , શાહપુર , કાલુપુર , નરોડા નારોલ માં વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા વાહાનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સાંજે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ પછી અમદાવાદમાં બપોર બાદથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.આજે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું. આ પછી 10 વાગ્યા બાદ અમદાવાદના બોપલ, શિલજ, શેલા, શાંતિપુરા, આંબલી, સનાથલ, બાકરોલ,વિસલપુર, કાસિન્દ્રા, સરખેજ, એસ. જી. હાઈવે, મકરબા, વેજલપુર, પ્રહલાદનગર, સેટેલાઈટ, નહેરુનગર, પાલડી, વાસણા, એસજી હાઇવે પરનાં વિસ્તારો ઇસ્કોન, હાઇકોર્ટ, જજીસબંગ્લો, પકવાન, ગોતા સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
