કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે.પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નામદાર ગુજરાત હાઇકોર્ટ ના બે પત્રો તથા તેની સાથે Hon’ble Debts Recovery Tribunal-II, Ahmedabad દ્વારા પસાર કરવામાં આવેલા હુકમો ની નકલોને ધ્યાને લઈ તેમની રજૂઆતને આધારે એડવોકેટ દેવેશ ભટ્ટ વિરુદ્ધ સૂઓમોટું ફરિયાદ દાખલ કરી તેને ખાસ શિસ્ત સમિતિ માં યોગ્ય તપાસ કરવા સારું મોકલી આપવામાં આવેલ હતી. જે કેસની ચાલુ કાર્યવાહી દરમિયાન એડવોકેટ દેવેશ ભટ્ટે કોઈપણ જાતના આધાર પુરાવા વગર ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસમેડમ વિરુદ્ધ પગલાં ભરવા માટે ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી ને પરવાનગી માંગતા પત્રની એક નકલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપેલ. જેની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની તા.૨૬/૧૦/૨૦૨૪ની સામાન્ય સભાએ ખુબ જ ગંભીરતાપૂર્વક નોંધ લઈ એડવોકેટ દેવેશ ભટ્ટ કે જેઓ માનનીય જજશ્રીઓ પર ખોટા આક્ષેપો કરવાની ટેવ ધરાવતા હોય તેમને તાત્કાલિક અસરથી એડવોકેટ તરીકેની પ્રેકટીસ કરવા માટે સસ્પેન્ડ કરેલ અનેં નવી સૂઓમોટું ફરિયાદ દાખલ કરી શિસ્ત ભંગના પગલાં ભરવા માટેની કાર્યવાહી કરવાનું ઠરાવેલ.જે કેસોની હકીકત એવી છે કે દેવેશ ભટ્ટે નામના એડવોકેટે તેમના અસીલ વતી Debts Recovery Tribunal-ll, Ahmedabad માં કેસ નં.૨૧૨/૨૦૨૩ માં નામદાર મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય તથા અમદાવાદના નામદાર ૨૫માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા નામદાર કોર્ટ કમિશનર, ને કોઈપણ જાતના કારણ વગર પક્ષકાર તરીકે જોડવા માટે અરજી આપેલ. તે જ રીતે આ જ દેવેશ ભટ્ટે Debts Recovery Tribunal-11, Ahmedabad માં કેસ નં. ૭૫૭/૨૦૨૩ માં ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિ શ્રીમતી વૈભવી નાણાવટીને કોઈપણ જાતના કારણ વગર પક્ષકાર તરીકે જોડવાની અરજી આપેલ. બન્ને કેસોમાં જે તે સમયે સુનાવણી માટે પૂરતી તકો આપવા છતાં વકીલ શ્રી દેવેશ ભટ્ટ હાજર રહેલ નહીં. તેથી બન્ને કેસોમાં કરીને નામદાર ગુજરાત હાઇકોર્ટને દેવેશ ભટ્ટ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા માટે મોકલી આપેલ. અને નામદાર ગુજરાત હાઇકોર્ટે તેમના પત્ર ની સાથે Debts Recovery Tribunal-ll, Ahmedabad દ્વારા હુકમોંની નકલ મોકલી દેવેશ ભટ્ટ વિરુદ્ધ પગલાં લેવા જણાવવામાં આવેલ.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્પેશિઅલ ડિસીપ્લીનરી કમિટીએ ઝીણવટપૂર્વક રેકર્ડની ચકાસણી કરતા 1. નોંધ્યું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે દેવેશ ભટ્ટ વિરુદ્ધ ૩૨ જેટલી સૂઓમોટું ફરિયાદો દાખલ કરેલી છે. ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ ૫ થી વધુ સૂઓમોટું કેસો દાખલ કરેલા છે. દેવેશ ભટ્ટ કોઈપણ જાતના આધાર પુરાવા કે કારણ વગર અદાલતોના ન્યાયમૂર્તિઓ, રાજકીય નેતાઓ વિરુદ્ધ ભ્રસ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ કરવાની ટેવવાળા છે. અગાઉ તેમની સામે નામદાર ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ ઓફ કોર્ટ ની કાર્યવાહી કરેલી જેમાં દેવેશ ભટ્ટે લેખિત બાંહેધરી આપી જણાવેલ કે તેઓ ભવિષ્યમાં કોઈ આધાર પુરાવા વિના કોઈપણ જજસાહેબો વિરુદ્ધ લેખિતમાં અરજી કરશે નહીં. તેમછતાં તેઓએ આવી અરજીઓ કરવાનું ચાલુ રાખેલું. વધુમાં સુનાવણી વખતે પણ તેઓ હાજર રહેતા નહીં.સ્પેશિઅલ ડિસીપ્લીનરી કમિટીએ દેવેશ ભટ્ટને વારંવાર નોટિસ મોકલી હાજર રહેવા જણાવેલ. પરંતુ તેઓ સુનાવણી માટે હાજર રહેતા નહીં. આમ, પુરાવાને આધારે દેવેશ ભટ્ટ નામદાર કોર્ટ પ્રત્યેની ગરિમાનું સન્માન રાખતા ન હોવાનું સ્થાપિત થયેલું. તેઓના વિરુદ્ધ વ્યવસાયિક ગેરવર્તણૂક કર્યાનું સ્થાપિત થયેલું. તેથી રેકોર્ડ્સ ઉપરની હકીકતો તથા વિગતવારની દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ તથા ફરિયાદી તરફે વકીલો શ્રી સૌરભ મહેતા તથા શ્રી નંદીશ શાહની લંબાણપૂર્વકની રજૂઆતો ધ્યાને લઇ સ્પેશિઅલ ડિસીપ્લીનરી કમિટીના ચેરમેન શ્રી સી.કે.પટેલ તથા સભ્યો શ્રી હિતેશ જે.પટેલ અને શ્રી સંજય એચ. ત્રિવેદી એ તા.૦૬/૧૦/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૫ ના સમયગાળા માં ત્રણ ડિસીપ્લીનરી ઈન્કવાયરી ચલાવી લંબાણપૂર્વકનો ૨૬૨ પાનાંનો વિગતવાર તારણો સાથેનો આખરી ચુકાદો આપેલ છે. સ્પેશિઅલ ડિસીપ્લીનરી કમિટી ના ચેરમેન શ્રી સી.કે.પટેલ તથા સભ્યો શ્રી હિતેશ જે.પટેલ અને શ્રી સંજય એચ. ત્રિવેદી એ દેવેશ ભટ્ટ ની વ્યવસાયિક ગેરવર્તણૂક માની નામદાર સર્વોચ્ચ અદાલતના તથા નામદાર જુદી જુદી અદાલતોના ચુકાદાઓને ટાંકીને પોતાનો ચુકાદો આપી દેવેશ ભટ્ટને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના . સ્ટેટરોલ પર એડવોકેટ તરીકે કાયમી ધોરણે દૂર કરવાનો હુકમ કરેલ છે. વધુમાં ગંભીર પ્રકારની વ્યવસાયિક ગેરવર્તુણૂકને ધ્યાને રાખીને દરેક ડીસી કેરામાં રૂ.૧ લાખ લેખે ૩ ડીસી કેસોના કુલ રૂ. ૩ લાખનો દંડ ફટકારેલ છે જે તેમને હુકમ મળ્યાની તારીખથી દિન-૧૫માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીમાં ભરવાનો પણ હુકમ કરેલ છે.
News Visitors : 16
Read Time:6 Minute, 52 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%