Read Time:1 Minute, 4 Second

Kheda નાં નડિયાદમાં જવાહરનગરમાં અડધા કલાકમાં 3 લોકોનાં મોત
એક બાદ એક 3 નાં શંકાસ્પદ મોત થતાં મોડી રાતે તંત્ર દોડતું થયું
દારુ પીવાથી મોત નીપજ્યા હોવાનો પરિવારજનોનો આરોપ
3 વ્યક્તિઓનાં મોત બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી
ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ શહેરમાં એક વર્ષ બાદ ફરી મોતનું તાંડવ ઉઠ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બિલોદરા નશીલા સીરપ કાંડ (Bilodara Syrup Kand) બાદ રવિવારે મોડી રાત્રે માત્ર અડધા કલાકમાં જ ટપોટપ 3 લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. શંકાસ્પદ મોતથી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. બીજી બાજું મૃતકોનાં પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્યું હોવાનાં આક્ષેપ કર્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી .
