વર્તમાન સમયમાં ઓન લાઈન ઓર્ડરથી ઘરે કે ઓફિસમાં ખાવાનું મંગાવવાની જાણે આદત અને ફેશન બની ગઈ છે.મોટાભાગના ઘરોમાં ઓનલાઈન ઓર્ડરથી ચટાકેદાર વાનગીઓ મંગાવવામાં આવે છે પરંતુ શું તે ખાવાનું કેટલું આરોગ્યપ્રદ છે કે કેમ તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? ઓનલાઈન ઓર્ડરથી ફૂડ ડિલીવરી કરતી ઘણી કંપનીઓ સેવા આપી રહી છે.આ કંપની દ્વારા ગ્રાહકોને જે થેલામાં મુકીને પાર્સલ મોકલવામાં આવે છે તે મોટાભાગે ગંદા હોય છે,ડિલીવરી બોય પણ ગંદા કપડાં અને અસ્વચ્છ અવસ્થામાં ફરતા હોય છે.ઘણા કિસ્સામાં જે ફૂડ લઈને આવે છે તેપણ હાઈજેનિક નહીં હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ઓન લાઈન ઓર્ડરથી હોમ ડિલિવરી દ્વારા ખાવાનું સપ્લાય કરતી કંપની દ્વારા ભારત સરકાર દ્વારા બનાવેલા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અને નિયમોનું મોટાભાગના કિસ્સામાં યોગ્ય રીતે પાલન કરતાં હોતા નથી.આરોગ્યને લગતી આવી ગંભીર બેદરકારીઓ બાબતે લોક જાગૃતિ કેળવાય અને કંપનીઓ દ્વારા સરકારના કાયદાનું ચુસ્ત પાલન થાય તેના ભાગરૂપે રાસ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જસવંતસિહ વાઘેલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી,રાજ્યના આરોગ્ય મંત્રી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પ[ઓરેશનને પત્ર પાઠવી તકેદારી રાખવા વિનંતી કરેલ છે.
