ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા દ્વારા આજરોજ 150 ફૂટ રીંગ રોડ માધાપર ચોક પાસેના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માધાપર (ચોક) બસ સ્ટેશન રાજકોટ વિભાગ ની મુલાકાત દરમિયાન અને પોલ ખોલ કાર્યક્રમના અનુસંધાનમાં આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ ના આ એસ.ટી બસ સ્ટેશનના શૌચાલયમાં અને યુરીનલમાં દારૂની દેશી દારૂની ખાલી બેગ જોવા મળી હતીગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે આ પ્રકારે સરકારી બસ સ્ટેશનમાં દારૂની કોથળી એ ગંભીર બાબત છે અને કોઈની પ્રિમાઇસીમાં દારૂની ખાલી બોટલ કે દારૂની ખાલી કોથળીઓ જણાય તો તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરતી હોય છે તો આ માધાપર ચોક બસ સ્ટેશનમાં શૌચાલય અને યુરીનલમાં દારૂબંધી હોવા છતાં દારૂની કોથળીઓ ક્યાંથી આવી જે સંદર્ભે તટસ્થ તપાસ કરી, રોજ કામ કરીને આજુબાજુના સી.સી ફૂટેજ જોઈ અને એસ.ટીના જવાબદાર અધિકારીઓ કે આ બાબતમાં જે કોઈની સંડોવણી પુરવાર થાય તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી,
રાજકોટ શહેરને તા.16/02/2025,ના રોજ રજુઆત કરેલ છે.



