(કાર્યાલય પ્રતિનિધિ દ્વારા )
રાજકોટ નાં ત્રંબા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોહન ધામ આશ્રમ સંત શ્રી મોહનદાસ બાપા નાં સાનિધ્યમાં ભગવાન શિવ અને માતા અન્નપૂર્ણા ની મૂર્તિ નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 21 કુંડીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.15,16 અને 17 ના રોજ રાખ્વામા આવ્યો હતો આ ત્રિદિવસીય કાર્યક્રમની ધામધૂમ થી ઉજવવા મા આવ્યો જેની પૂર્ણાહુતિ 17 નાં રોજ ની સંપન્ન કરવામા આવી.મોહનદાસ બાપા આશ્રમ ગુરુ શ્રી શામળા બાપા માનવ સેવા ટ્રસ્ટ ત્રંબાવટી કસ્તુરબા ધામ ત્રંબા ખાતે ભક્તિ ભાવ ભજન અને ભોજનનો ત્રીવેણી સંગમ યોજાયો હતો વિશાળ ભકતજનો ની હાજરીમાં ધામધૂમ થી ઉજવાયો આ પ્રસંગે ભાવિક ભકતો ગ્રામજનો સેવક ભાવિક ભકતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તેમજ આજરોજ પૂર્ણાહુતિ નાં દિને સમિતિ સદસ્યો ટ્રસ્ટ નાં સેવાભાવી સેવકો આયોજકો ગ્રામજનો સ્વય સેવક ભાવિક ભક્તો વિશાળ સંખ્યા માં પ્રસંગે ભાવિક ભકતો એ દર્શન નો લાભ લીધેલ પ્રસંગ ની પૂર્ણાહુતિ નાં દિવસે વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આશ્રમ નાં જગદીશભાઈ રઘણી,રાજુભાઇ લોટીયા તથા સ્વયંસેવકો વિગેરે કાર્યક્ર્મ નું સંચાલન સેવા ની જહેમત ઉઠાવી રહ્યા હતા આ પ્રસંગે રાજકોટ દશા સોરઠિયા વણિક સમાજ ના પ્રમુખ શ્રી જયેશ ભાઈ ધ્રુવ તેમજ સમગ્ર મહાજન સદસ્યો એ પણ ઉપસ્થિત રહી મહોત્સવ નો લાભ લીધો હતો.



