Read Time:44 Second

7 ગાયોના ઘટના સ્થળે જ મોત 7 ગંભીર રીતે ઘાયલ
અકસ્માત બાદ રોડ પર લોહીની નદીઓ વહેતી થઇ
Bharuch ભરૂચ નજીક NH 48 પર વરેડિયા ચોકડી નજીક ગાયો પર ટ્રક ચડી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાય પર ટ્રેલર ફરી વળતા 7 જેટલી ગાયોનાં મોત નિપજ્યાં હતા. હાઇવે પર પશુ પાલકો દ્વારા ચરવા માટે ગાયો લઇ જઇ રહ્યા હતા. ત્યારે વરેડિયા ચોકડી નજીકથી ગાયોનું ધણ પસાર થઇ રહ્યું હતું. જો કે હોટલમાં પાર્ક ખટારાનું ટાયર ફાટતા ગાયો ભડકીને ભાગી હતી.
