Read Time:1 Minute, 9 Second

આજરોજ ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ની એક મીટીંગ રણછોડરાય મંદિર કનીજ પાટીયા ખાતે સમિતિના અધ્યક્ષ હરીનભાઈ પાઠકના અધ્યક્ષતા મા મળી હતી જેમાં ખેડા જિલ્લા ના પોલીસવડા શ્રી, SDM શ્રી ,તથા ખેડા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શ્રી ઓ,ઉત્તર મધ્ય ગુજરાત વીજ કંપની અધિકારીઓ શ્રી ઓ ,આરોગ્ય વિભાગ ના અધિકારી તથા માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં ફાગણ માસ ની પૂનમે જતા પદયાત્રીઓ માટે તથા ભંડારાના વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી આગામી તારીખ 1/ 3 /2025 સાંજે 5:00 વાગે કનીજ રણછોડરાયજી મંદિરે તમામ ભંડારાના આયોજકોની એક મીટીંગ રાખવામાં આવી છે જેમાં ભંડારાના બે પ્રતિનિધિ હાજર રહે તેવી વિનંતી છેજય રણછોડ
