રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલતા માસિક મિલનમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનાં વ્યાખ્યાન માળા અંતર્ગત 130માં મણકામાં “આપણું રાજકોટ કેવું હોવું જોઈએ? ” વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર મ મા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષારભાઈ સુમરા દ્વારા એમના રાજકોટ માટેનાં વિઝન દ્વારા સૌને ખૂબ પ્રભાવિત કર્યા. રાજકોટનાં મ્યુનિસિપલ કમિશનર શિક્ષક પણ હતા.તેમણે તેમના વક્તવ્યમાં પોતાનાં જીવનનાં સંઘર્ષોની વાત પણ કરી.”રાજકોટ શહેર કેવું હોવું જોઈએ” તેમાં તેમણે પોતાનાં સપનાનાં રાજકોટ શહેર વિશેની ચર્ચા કરી.રાજકોટ રહેવા યોગ્ય શહેર બને તેઓ એક નવો જ કન્સેપ્ટ તેમણે આપ્યો. એક રહેવા યોગ્ય શહેર માટે કયા કયા પરિબળો હોવા જોઈએ તે વિશે કહ્યુ કે, સ્ત્રીઓ માટે આરોગ્યની પુરતી સુવિધાઓ હોય.નાના બાળક માટે શિક્ષણની પૂરચી વ્યવસ્થા હોય..એના રમતગમત માટેની પૂરતી સુવિધાઓ હોય, યુવાનો માટે કારકિર્દીની પુરી તક હોય.યુવાનો માટે રોજગારીની તક, સુખમય જીવન જીવવા માટેની પૂરતી સુવિધાઓ હોય,વડીલો માટે પણ તેઓ કોઈના કોઈ પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહે તેવી સુવિધાઓ શહેરમાં ઉપલબ્ધ હોવી જોઇએ.શહેર સ્વચ્છ હોય, શહેરમાં ટ્રાફિક અવેરનેસ હોય, યોગ્ય ટાઉન પ્લાનિંગ હોય,સૌ માટે સમાન તકો હોય જેમાં માત્ર નિમ્ન આવક ધરાવતા પરિવાર માટે જ નહીં પણ મધ્યમ પરિવાર અને સમૃદ્ધ પરિવારની પણ સુખ સગવડોની પૂરતી ઉપલબ્ધતા હોય. વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓમાં તેઓ આગળ વધી શકે તે માટેને તૈયારીનો અવકાશ હોય. આ ઉપરાંત એવી કેટકેટલી બાબતો પોતાના અનુભવો દ્વારા દરેકનાં મનને સ્પર્શી જાય એ રીતે તેઓએ રજુ કરી.રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર આવે તે માટે માત્ર કોર્પોરેશન કચેરી જ કાર્ય કરશે તો નહીં પણ રાજકોટ શહેરનું એક એક વ્યક્તિ જો આ બાબત માટે સંકલ્પબધ્ધ બનશે અને કટિબદ્ધ બનશે કે રાજકોટને સ્વચ્છ શહેરમાં ભારત દેશમાં પ્રથમ શહેર બનાવવું છે તો આ જરુર શક્ય બનશે.આ માટે દરેક રાજકોટ વાસીઓ એ પોતાની હિસ્સેદારી કરવી પડશે.જ્યારે રાજકોટ શહેરનું દરેક નાગરિક સ્વચ્છતા માટે પોતાની ભાગીદારી આપશે તો રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર હાસિલ કરી શકશે.કમિશનર પોતે ર સ લ ઈ ને રાજકોટ શહેરને સુંદર શહેર બનાવવા માટે ખૂબ બધી યોજનાઓને આકાર આપી રહ્યા છે.આપણે સૌને પણ આપણું શહેર સર્વશ્રેષ્ઠ શહેર હોય તે ગમશે પણ તે માટે આપણે સૌએ પણ આપણી સામેલગીરી આપણી ભાગીદારી શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે આપવી પડશે તેન પર ભાર મુક્યો.આ કાર્યક્રમમા શ્રી વનિતા રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક આચાર્ય, પીએમ શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર 93, રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા.

