
દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની મનાવવામાં આવે છે.આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ – વડતાલ દ્વારા દેશના વિવિધ 59 શહેરોમાં મહા રક્તદાન કેમ્પ યોજાયેલ. જેમાં વેરાવળ, તાલાલા અને કોડીનાર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા સેવા આપવામાં આવી હતી. વેરાવળ સ્વામિનારાયણ મંદિર ખાતે 126 યુનિટ બ્લડ ડોનેશન થયું હતું, તાલાલા સ્વામિનારાયણ મંદિર ખાતે 51 યુનિટ બ્લડ કલેક્શન થયું હતું જ્યારે કોડીનાર બ્રહ્મપૂરી ખાતે 53 યુનિટ બ્લડ ડોનેશન થયું હતું. આમ ત્રણેય મંદિરો દ્વારા કુલ 230 યુનિટ બ્લડ ડોનેશન થયું હતું. રેડ ક્રોસ બ્લડ સેન્ટર વેરાવળના મેડીકલ ઓફીસર ડૉ ખેવનાબેન કારાવડીયાના માર્ગદર્શન તેમજ તેમની ઉપસ્થિતિ સાથે સ્ટાફની ટીમ વેરાવળ, તાલાલા અને કોડીનાર ખાતે પહોંચી હતી જેમાં વેરાવળ ખાતે ડૉ.ખેવનાબેન, ઇશિતા પંડ્યા, રસિક ગોસ્વામી, દિવ્યેશ અપારનાથી, હેમાબેન રાયઠઠ્ઠા, દિપક ચોપડા અને મગનભાઇ ભચાણી, તાલાલા ખાતે નિકુંજ ચુડાસમા, નિખીતા બોરીચા, હિતેક્ષા બોરીચા અને રાકેશ મેઘનાથી અને કોડીનાર ખાતે રીના ગોહેલ, યોગેશ સોલંકી, રમેશ વાયલુ અને કુલદીપ પરમાર સેવા આપવા જોડાયા હતા. રેડ ક્રોસ કમિટીના સભ્યો તેમજ સભ્યોશ્રી કિરીટ ઉનડકટ, સમીર ચંદ્રાણી, ગીરીશ ઠક્કર, પરાગ ઉનડકટ, જયંતિભાઇ તન્ના, અનિષ રાચ્છ, સંજય દાવડા, ભાવેશ મહેતા, અતુલ કાનાબાર, ચંદ્રેશ અઢિયા, વિમલ ગજ્જર, રાજુભાઇ પટેલ અને હર્ષ પટેલીયાએ વેરાવળ સ્વામિનારાયણ મંદિર ખાતે મુલાકાત લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાન કેમ્પને અનુલક્ષીને આજે પાવર સપ્લાય માટે પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર – સ્ટાફ તરફથી સહયોગ મળ્યો હતો.


