
મિલકતના દસ્તાવેજ નોંધણીના કેસમા થતી ગેરરીતિ અને સ્ટેમ્પ દ્દુતિની આવકમાં થતાં મોટા નુકષનની હકીકત દયાને આવતા ગુજરાત સરકારને નોધાનીના નિયમોમાં કેટલા મહત્વના ફેરફાર કર્યા છે.હવેથી ખુલ્લા પ્ટોલના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંસની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહિ થાય.દરેક દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે. આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લો પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે.આમ થવાથી સ્ટેમ્પ ડ્યુટીની મોટી ચોરી થતી હતી અને રાજ્ય સરકારને આવકમાં મોટું નુકસાન થાય છે તેમજ છેતરપીંડીની ઘટનાઓ પણ શકય બને છે.આથી દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સવાળા પાના ઉપર જો ખુલ્લો પ્લોટ બતાવ્યો હોય તો ફરજિયાત અક્ષાંશ અને રેખાંશની નોંધ કરવી પડશે. જો આ પ્રકારની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે. સરકારે દસ્તાવેજના નવા નિયમ અંગે જાહેર કરેલા પરિપત્રનો અમલ આગામી તા.૦૧/૦૪/૨૦૨૫ થી કરવાનો રહેશે.
