
ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયેલા કોંગ્રેસ અધિવેશનને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, આપણે ફરી ભારતની આઝાદી માટે લડવાનું છે.આ વખતે આઝાદીની લડાઈ અન્યાય, અસમાનતા,ભેદભાવ,ગરીબી અને સાંપ્રદાયિકતા વિરૂદ્ધ છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પક્ષમાં નિષ્ક્રિય ભૂમિકા ભજવતાં લોકોને આકરા શબ્દોમાં કહી દીધું છે કે, જે લોકો પક્ષમાં કામ કરી શકતા નથી.તેમણે આરામ કરવાની જરૂર છે. તેઓ પોતાની જવાબદારી નિભાવી શકતા નથી, તો તેમણે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. ખડગેએ સરદાર પટેલની વાતોને યાદ કરાવતાં કહ્યું કે, એકતા વિના સંખ્યા કોઈ કામની નથી. એકતાજ સાચી એકતા છે સંખ્યા વાસ્તવિક શક્તિ નથી.સંગઠનમાં જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષોની ભૂમિકામાં વધારો કરવામાં આવશે.દરેક જિલ્લા અધ્યક્ષોની નિમણૂક અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા જારી દિશા-નિર્દેશો અનુસાર, કડક અને નિષ્પક્ષતાથી કરવામાં આવશે.
