
Read Time:46 Second
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે મિશન મંગલ હેઠળ સખી મંડળ યોજના અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિક દ્વારા પોલીસ કેન્ટીન શરુ કરવામાં આવી છે.આ સંસ્થા હેઠળ ચાલતા સખી મંડળ આત્મ નિર્ભર ભારત ની દિશામાં એક પગલું છે.પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવતા મુલાકાતીઓ તથા સ્ટાફ ને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહેશે, સાથો સાથ આત્મ નિર્ભરતાના અભિયાનમા અમદાવાદ શહેર પોલીસ સહભાગી બનશે તેવો આશાવાદ સેવવામાં આવ્યો છે.

