
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા બીમાર હતા. આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર ભારતીય સિનેમામાં ‘ભારત કુમાર’ તરીકે જાણીતા છે.મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા.1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
