
વકફ સુધારા બિલને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લોકસભા પછી રાજ્યસભામાં પણ વક્ફ સુધારા બિલ 2025 પાસ કરવામા આવ્યું હતું.સંસદના બંને ગૃહોમાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) પસાર થયા બાદ “સંસદના બંને ગૃહોમાં વક્ફ (સુધારા) બિલ અને મુસ્લિમ વક્ફ (રદ) બિલ પસાર થવું એ દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.સંસદના બંને ગૃહો દ્વારા વક્ફ (સુધારા) બિલ પસાર થવું એ સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટેના આપણા સામૂહિક પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આનાથી ખાસ કરીને એવા લોકોને મદદ મળશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને અવાજ અને તક બંનેથી વંચિત છે તેવો આશાવાદપીએમ મોદીએ વ્યક્ત કર્યો છે.
