
Read Time:50 Second
અમદાવાદ ખાતે આવેલ સરદાર પટેલ એરપોર્ટથી મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો જોવા મળ્યો છે જે ખરેખર ગુજરાતના વિકાસ માટે મહત્વનું સાબિત થઈ રહ્યું છે.વર્ષ 2016 માં 60.15 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી જયારે 2024 માં વધીને 1.27 કરોડ થઈ ગઈ છે.ઇન્ટરનેશનલ મુસાફરોની અવરજવરમાં પણ 50% નો વધારો નોંધાયો છે.બીજી તરફ ફ્લાઈટમુવમેન્ટ પણ 2024 માં 96,977 હતી જે 2015 માં 44,998 નોંધાયેલ છે.અગાઉના 10 વર્ષ દરમ્યાન દરરોજની સરેરાશ 95 ફ્લાઈટની અવરજવર હતી હાલમાં દરરોજ સરેરાશ 240 થી વધારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર અવરજવર કરે છે.

