અમદાવાદમાં BRTS બસે વધુ એકવાર અકસ્માત સર્જ્યો છે. શહેરના ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બેકાબુ બનેલ બસ ડીવાઈડર ઉપર ચડી જતા કુલ 6 લોકો ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ડ્રાયવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ BRTS બસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા ડીવાઈડર ઉપર બસ ચડાવી દીધી છે. જેમાં રીક્ષા ચાલકને ટક્કર મારતા 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. ગોમતીપુર ટ્રાફિક પોલીસ H ડીવીજનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. જેમાં ઘટના સ્થળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જેવા ધબકતા શહેરમાં અવર-નવાર BRTS ની બેદરકારી ચિંતાનો વિષય છે. BRTS બસ માટે સ્પેશિયલ કોરિડોર સેટઅપ હોવા છતાં છાશવારે અકસ્માત સર્જાય છે. આ બેદરકારીને લીધે અનેકવાર અણમોલ માનવજીવન હોમાઈ જાય છે. હવે ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં ફરીથી ડ્રાયવરે કાબુ ગુમાવતા 6 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ BRTS સર્વિસ પર સવાલો ઉઠ્યા છે.