

આજથી વૈષ્ણવ સહિતનાં મંદિરોમાં હિંડોળા મહોત્સવ સુરંગી, મોતી, શાકભાજી, ફૂટના હિંડોળા કરાશેધાર્મિક રિપોર્ટર ! અમદાવાદવૈષ્ણવ મંદિરો, સ્વામિનારાયણ મંદિરો તેમજ અન્ય મંદિરોમાં શનિવારથી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થશે. વસ્ત્રાપુર કલ્યાણ પુષ્ટિ હવેલી, દોશીવાડાની પોળ ગોસ્વામી હવેલી, ગોકુલનાથજીની બેઠક અસારવા, નરોડા બેઠકજી, મણિનગર વલ્લભધામ હવેલી, થલતેજની શ્રીનાથજી ધામ હવેલીમાં હિંડોળા દર્શન કરાશે. જેમાં સુરંગી હિંડોળા, ગુલાબી ઘટામાં હિંડોળા, મોતીના હિંડોળા, કમળના હિંડોળા, શાકભાજીના હિંડોળા, ફૂલના હિંડોળા, ચાંદીના હિંડોળા સહિતના હિંડોળાનું આયોજન કરાયું છે.વસ્ત્રાપુર કલ્યાણ પુષ્ટિ હવેલીમાં શનિવારે સુરંગ હિંડોળા અને ભોગ સંધ્યાનું આયોજન કરાયું છે. 11 ઑગસ્ટ સુધી ભક્તો રોજ સાંજે 7થી 8 વાગ્યા સુધી હિંડોળાના દર્શન કરીશકશે. અસારવા બેઠક ખાતે 13મી ઓગસ્ટ સુધી હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે.દોશીવાડાની ગોપીનાથાચાર્ય પોળની જયોતિપ્પીઠ ગોસ્વામી હવેલીમાં 13મી સુધી આયોજન કરાયું છે. શનિવારે સુરંગી હિંડોળાનું આયોજન કરાયું છે. થલતેજની શ્રીનાથજી ધામ હવેલીમાં પણ શનિવારથી હિંડોળાનો પ્રારંભકરાશે. મણિનગરની વલ્લભધામ હવેલીમાં સાંજે 6.30થી 7.30 વાગ્યા સુધી દર્શન થશે. પ્રથમ સાત દિવસ સાદા હિંડોળા યોજાશે. નરોડાની મહાપ્રભુજી બેઠક ખાતે સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી હિંડોળા દર્શન કરી શકાશે. અહીં 20 જુલાઈએ અને 3 ઑગસ્ટે વિશેષ હિંડોળાનું આયોજન કરાયું છે. કાલુપુર મંદિર અને મંદિર કુમકુમ સહિતનાં વિવિધ મંદિરોમાં હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે.