
અમદાવાદના કારંજ વિસ્તારમાં ફાયરિંગના ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રૂપિયાની લેતીદેતીમાં ભદ્ર વિસ્તારમાં ઇટાલિયન બેકરી સામે બિલ્ડર ઝહુરૂદ્દીન નાગોરીએ કોન્ટ્રાક્ટર નાસીરખાન ઉર્ફે ખન્ના પઠાણ પર પિસ્તોલથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું..જેમાંથી એક મિસફાયર થયું હતું.. આ ઘટનામાં નાસીરખાન અને રાહદારી ઉજેબ ઇજાગ્રસ્ત થયા હતા.
જ્યારે હુમલામાં ઝહુરૂદ્દીન પણ ઘાયલ થયો. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. 10 કરોડ રૂપિયાની લેતી-દેતીને લઈને ઝઘડો તકરાર થઈ હતી. આ ઝઘડાને કારણે ઝહુરૂદ્દીને નાસીરખાનની હત્યાના ઇરાદે ગેરકાયદેસર પિસ્તોલ મેળવી હતી.. ઝહુરૂદ્દીને પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી. આરોપીએ ફાયરિંગ બાદ પિસ્તોલ સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી.. પોલીસે નદીમાં પિસ્તોલ શોધવાની કામગીરી શરૂ કરી છે.
પૈસાની લેતી દેતીમાં બિલ્ડરે કોન્ટ્રાક્ટર પર જાહેર રોડ પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ..છ રાઉન્ડ ફાયરિંગ કરતા બે લોકો ઇજાગ્રસ્ત થયા.. ઘટનાની વાત કરીએ તો ભદ્ર નજીક રહેલ આઈ પી મિશન સ્કૂલ પાસે આવેલી ઇટાલિયન બેકરી ની સામે બિલ્ડર ઝહુરૂદ્દીન નાગોરી એ પિસ્તોલ વડે નાસીરખાન ઉર્ફે ખન્ના પઠાણ પર ફાયરિંગ કર્યું હતું જેમાં ઝહુરૂદ્દીન છ રાઉન્ડ ફાયરિંગ કર્યું..પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર થયો હતો..આ પાંચ રાઉન્ડ પૈકી ત્રણ ગોળી નાસીરખાનને વાગી હતી જ્યારે બે ગોળી રાહદારી ઉજેબને વાગી હતી..બંનેના શરીરે ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..ત્યારે બીજી બાજુ નાસીરખાનના સાગરીતો એ ઝહુરૂદ્દીન નાગોરી પર હુમલો કર્યો હતો જેથી હુમલામાં ઝહુરૂદ્દીન નાગોરી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.. ફાયરિંગની ઘટનાની જાણ થતા કારંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
