0
0
Read Time:1 Minute, 3 Second
સૌ પ્રથમ સરકારે બે વેક્સિન વચ્ચે એક મહિનાનો ગાળો રાખવા કહ્યું હતું ત્યારબાદ તે વધારીને 42 દિવસ કર્યા હતા અને હવે નવી ગાઈડ લાઈન મુજબ 84 દિવસનો ગાળો કર્યો છે. સરકાર જે રીતે વારંવાર વેક્સિન પોલિસીમાં ફેરફાર કરી રહી છે તે જ મોદી સરકારની નિષ્ફળતાનું પ્રમાણપત્ર છે.ખાસ કરીને જેમને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે એવા સિનિયર સિટિઝન ભારે પરેશાન થઈ રહ્યાં છે.જેમને વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી તેમને પણ વેક્સિન મળવા બાબતે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.એક તરફ દરેક નાગરિકે વેક્સિન લેવી જ જોઈએ તેવો વ્યાપક પ્રચાર કર્યો અને હવે સરકાર જ જાણે પાણીમાં બેસી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.