
અમરેલીના ધારી ખોડિયાર ડેમમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હાલ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે (4 જુલાઈ) ધારી ખોડિયાર ડેમમાંથી બપોરે એક અજાણ્યા શખસનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદહેને તરતા જોઈ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પોલીસને આ વિશે જાણ કરી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો. પોલીસે હાલ આ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્ટિટલ ખસેડ્યો છે.
પોલીસ હાલ આ મામલે સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે. આ અજાણ્યો શખસ કોણ છે તે વિશે શોધ કરવામાં આવી રહી છે. હાલ શખસની ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ જ ખુલાસો થશે કે, આ અજાણ્યો શખસ કોણ છે અને તેણે આત્મહત્યા કરી છે કે પછી હત્યા કરવામાં આવી છે? આ સિવાય તેના પરિવારનો સંપર્ક કરી તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસે યુવકની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
